////

ડ્રગ્સ કેસ: સુશાંતસિંહ સાથે કામ કરી ચુકેલી આ અભિનેત્રીનું નામ આવ્યું સામે

સુશાંતસિંહ આપઘાત કેસમાં અવનવા રહસ્યો જાણવા મળી રહ્યાં છે. ત્યારે હાલમાં ડ્રગ્સ કેસને લઈને અનેક બોલીવૂડ સેલીબ્રિટીઝના નામ એક પછી એક એમ સામે આવી રહ્યાં છે. ત્યારે હાલમાં આ કેસમાં એક નવા નામનો ઉમેરો થયો છે. જેમાં ખામોશિયા ફિલ્મની અભિનેત્રી સપના પબ્બીનું નામ સામે આવ્યું છે. ત્યારે NCBએ સપનાના મુંબઈ સ્થિતિ ઘરે સમન્સ મોકલ્યું છે.

આપને જણાવી દઈએ કે, સપના પબ્બીએ વર્ષ 2015માં ફિલ્મ ખામોશિયાથી પોતાનું બોલીવુડ ડેબ્યુ કર્યું હતું. સપના એક બ્રિટિશ અભિનેત્રી અને મોડલ પણ છે. ઉપરાંત તે ભારતીય ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાનું નામ કમાવવાની કોશિશ કરી રહી છે. સપના ફિલ્મો ઉપરાંત OTT પ્લેટફોર્મ પર પણ જોવા મળી હતી. તે સુશાંત સિંહ રાજપૂત સાથે ‘ડ્રાઈવ’માં જોવા મળી હતી.

તો બીજી બાજુ સપનાએ એક ટ્વીટ કરીને જણાવ્યું કે, હાલ તે લંડનમાં પોતાના પરિવાર સાથે છે અને તે ભારત છોડીને ક્યાંય ગઈ નથી. ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ તે લંડન જતી રહી હોવાની વાતો વહેતી થઈ હતી.

Leave a Reply

Your email address will not be published.