///

અમદાવાદમાં કર્ફ્યૂને લીધે પાનના ગલ્લા પર વ્યસનીઓ ઉમટ્યા

અમદાવાદમાં કોરોનાના સતત વધતા સંક્રમણને લઈને તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાને કાબૂમાં લેવા માટે સરકારે આજે શુક્રવારની રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કફર્યું જાહેર કરી દીધું છે, જેના કારણે લોકો પોતાના જીવન જરુરીયાતની વસ્તુ લેવા માટે બજારમાં પડાપડી કરી રહ્યા છે.

તો બીજી બાજુ અમદાવાદના પાન મસાલાના ગલ્લા પર વ્યસનીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જેને લઈને વ્યસનીઓ પોતાના વ્યસન માટે એકસાથે પાન મસાલા અને સિગારેટની ખરીદી કરી રહ્યાં છે.

ત્યારે કોરોના વાયરસના વધી રહેલા કેસને પગલે સરકાર દ્વારા કફર્યું જાહેર કરવામાં આવી દીધું છે. જેને પગલે પાનના ગલ્લાઓ પણ સોમવાર સુધી બંધ રહેવાના હોવાથી તમામ ગલ્લાઓ પર વ્યસનીઓની ભારે ભીડ એકઠી થઈ રહી છે.

નોંધનીય છે કે, થોડાક મહિનાઓ પહેલા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે શહેરમાં પાન મસાલાની કિંમતમાં વેપારીઓ દ્વારા ઘરખમ વધારે કરી દેવામાં આવ્યો હતો. તેમાં પણ ઘણા ગલ્લાવાળા મન ફાવે તેમ ભાવ લઈ રહ્યા હતા. ત્યારે અમદાવાદમાં વ્યવસનીઓ પહેલેથી જ પાન મસાલા ખરીદી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.