//

નોટબંધી બાદ કાળા નાણામાં વધારો

ફેક કરન્સીમાં ગુજરાતને કોંગ્રેસે અવ્વ્લ નંબરે ગણાવ્યું છે નોટબંધીને કોંગ્રસે નોટ બદલીનું ઐતહાસિક મહાકૌભાંડ ગણાવ્યું છે કાળા નાણાં ને અંકુશમાં લેવાના દાવા વચ્ચે નોટાબંધી થયા પછી પણ ફેક કરન્સી મોટા પ્રમાણમાં વધારો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે આરબીઆઇના વર્ષ 2018ના આંકડા પ્રમાણે કાળા નાણાંમાં ગુજરાત અવ્વ્લ નંબરે છે તેવો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ કર્યો છે

ગુજરાતની વાત કરીએ તો 2017-18ના NCBનો રિપોર્ટ સામે આવ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાત માંથી 6.93 કરોડની નકલી નોટ પકડાઈ છે ગુજરાતમાં 500 ની નકલી નોટમાં 121 ટકાનો વધારો થયો છે. 2000 હજારની નકલી નોટમાં 21.9 ટકાનો વધારો થયો છે. દેશભરમાં 2 હજારની નકલી નોટમાં 56 ટકાનો વધારો થયો છે.

આતો વાત થઇ ગુજરાતની પણ દેશમાંથી દર વર્ષે કરોડો રૂપિયાની નકલી નોટ ઝડપાઇ છે બંગાળ , યુપી સહીત ના રાજ્યોમાં દર વર્ષે ગુજરાત જેવી જ સ્થિતિ છે. દેશમાંથી પકડાયેલ આંકડાની વાત તો વેસ્ટ બંગાલ માંથી 3.50 કરોડની નકલી નોટ ઝડપાઇ છે. તામિલનાડુ માંથી 2.85 કરોડની નકલી નોટ ઝડપાઇ છે. યુપી માંથી 2.88 કરોડની નકલી નોટ ઝડપાઇ છે. દિલ્હી માંથી 1.96 કરોડની નકલી નોટ ઝડપાઇ છે. કર્ણાટક માંથી 1.77 કરોડની નકલી નોટ ઝડપાઇ છે. આ સિવાય પણ મિઝોરમ , આસામ , કેરાલા અને મહારાષ્ટ્ર માંથી કરોડો રૂપિયાની નકલી નોટ ઝડપાઇ છે.

Leave a Reply

Your email address will not be published.