//

રાજકોટમાંથી ડુપ્લીકેટ ચલણી નોટો ઝડપાઇ

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે રાજકોટમાં બે હજારના દરની એક લાખથી વધુની ડુપ્લીકેટ નોટ ઝડપાવાની ઘટના સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાના જામગઢ ગામના એક શખ્સને રાજકોટની કુવાડવા પોલીસે આ ડુપ્લીકેટ નોટો સાથે ઝડપી પાડયો છે. જેની પાસેથી રૂપિયા 1 લાખથી વધુની ડુપ્લીકેટ નોટ ઝડપાઈ છે. હાલ શખ્સની રાજકોટ પોલીસ દ્વારા વધુ પુછપરછ કરવામાં આવી છે.

રાજકોટની કુવાડવા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે પોલીસને ડુપ્લીકેટ નોટો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે આ શખ્સની ઝડપી લેતાં તેની પાસેથી ડુપ્લીકેટ નોટોનું બંડલ મળી આવ્યું હતું. આ શખ્સ પાસેથી રૂપિયા બે હજારના દરની કુલ 51 જેટલી બનાવટી ચલણી નોટો મળી આવી હતી. જેની પાસેથી પોલીસે કુલ રૂપિયા 1,07,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સમગ્ર મામલે કુવાડવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.