///

રેલ્વે યાત્રા દરમિયાન રેલ્વે પ્રધાને કર્યો પાણીના ગ્લાસનો ટેસ્ટ

રેલવે પ્રધાન પિયૂષ ગોયલ રેલ્વેના આધુનિકીકરણ માટે આરામદાયક સુવિધાઓની જાણકારી સોશિયલ મીડિયામાં શેર કરતા રહેતા હોય છે. આ વચ્ચે રવિવારે પિયુષ ગોયલે કર્ણાટકના રેલ્વે પાટા પર પાણીના ગ્લાસનો ટેસ્ટ લીધો હતો. તેણે પોતાના ડબ્બાના ટેબલ પર પાણીથી ભરેલા ગ્લાસનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમના પ્રવાસ દરમિયાન ગ્લાસમાંથી એકપણ પાણીનું ટીપું છલકાયું નહીં.

રેલવે પ્રધાન પિયૂષ ગોયલે બેંગ્લોર- મૈસુર રેલપાટાના સમારકામ બાદ હાઇ સ્પીડ યાત્રા દરમિયાનમાં આ વીડિયો શેર કર્યો હતો. ડબ્બામાં તેમના ટેબલ પર એક પાણીથી ભરેલા ગ્લાસમાંથી એકપણ પાણીનું ટીપું બહાર છલકાયું નહીં. રેલપ્રધાને શુક્રવારે રાત્રે એક ટ્વીટ કરી વીડિયો શેર કર્યો હતો.

પિયુષ ગોયલે ટ્વીટ કર્યું હતું કે, આ રેલ્વે દ્વારા કર્ણાટકના બેંગલુરુ-મૈસુરુ વચ્ચેના ટ્રેકનું સમારકામ કરવાનું પરિણામ છે. તેમજ બધાએ તે જોવું જોઇએ. રેલવેના અધિકારીએ માહિતી આપી હતી કે, 130 કિલોમીટર લાંબા માર્ગનું 6 મહિનામાં 40 કરોડના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.