////

મધુબનીની રેલી દરમિયાન એક વ્યક્તિએ નીતિશ પર ફેંક્યા ડુંગળી અને પત્થર

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કા માટે જોરશોરથી પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર જ્યારે મધુબનીના હરલાખી વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા તો તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેઓ રેલીને સંબોધિત કરી રહ્યા હ,તા ત્યારે તેમના પર ડુંગળી અને પથ્થરના ટુકડા ફેંકવામાં આવ્યા હતા. આ દરમિયાન પથ્થર ફેંકનાર વ્યક્તિએ સતત નારેબાજી કરી અને કહ્યું કે, દારૂ જાહેરમાં વેંચાઈ રહ્યો છે, તસ્કરી થઈ રહી છે પરંતુ તમે કંઈ કરી શકતા નથી.

આ દરમિયાન નીતીશ કુમારના સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ નીતીશ કુમાર કહેતા જોવા મળ્યા કે, ફેંકવા દો, જેટલા ફેંકવા હોય ફેંકવા દો. આમ કહેતા નીતીશ કુમારે કહ્યુ કે, અમે તે માટે કહી રહ્યા છીએ કે સરકાર આવ્યા બાદ રોજગારની તકો ઉભી થશે અને કોઈએ બહાર જવું પડશે નહીં. જે આજે સરકારી નોકરીની વાત કરી રહ્યા છે, જ્યારે તે સત્તામાં હતા તો કેટલા લોકોને રોજગાર આપ્યો ત્યારે ઘણા સમય સુધી બિહાર-ઝારખંડ એક હતું.

આ ઉપરાંત મુઝફ્ફરપુરની રેલીમાં નીતીશની સામે કેટલાક લોકોએ લાલૂ યાદવ જિંદાબાદના નારા લગાવ્યા હતા, ત્યારે નીતીશ કુમારે કહ્યુ કે, જેના જિંદાબાદના નારા લગાવી રહ્યા છો તેને સાંભળવા જાવ. તો આ સિવાય કેટલીક જગ્યાએ નીતીશ કુમારને કાળા ઝંડા પણ દેખાડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.