//

લોકડાઉન દરમિયાન ગીરસોમનાથના 42 લોકો પોલીસની ઝપટે ચડી ગયા

રાજ્ય સરકારે ગઈકાલે મધરાત થી લોકડાઉન કરી દીધું છે કોરોનાનો ભય સરકારને પણ છે લોકોને જાગૃત થવા અને ચેપ થી દૂર રહેવા આકરા પગલાં લીધા છે ત્યારે કેટલાક લોકો કારણ વગર બજારમાં જોવા મળી રહ્યા છે રાજ્ય સરકારે કોરોના વાયરસ રાજ્યમાં ના પ્રવેસ કરે તેના માટે રાજ્યની તમામ બોર્ડરો સીલ કરી છે જિલ્લા પોલીસે પણ જિલ્લાની તમામ બોર્ડરો સીલ કરી છે છતાં કેટલાક લોકો કલમ 144 અને લોકડાઉનનો ભંગ કરી મોજ મસ્તી કરવા નીકળી પડતા પોલીસની નઝરે ચડી ગયા હતા ત્યારે ગીર સોમનાથ જિલ્લાના 42 લોકો પોલીસની ઝપટે ચડી જતા પોલીસે કડક કાર્યવાહી કરી હતી અને 42 લોકો સામે જાહેરનામા ભંગ કાર્યવાહી કરી કલમ 269 મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે પોલીસે ગીર સોમનાથ જિલ્લા અલગ અલગ પ્રકારે ગુન્હા નોંધી તપાસ શરૂ કરી છે અને જાહેરનામાનો ભંગ ક્યાં કારણે કર્યો તેની તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.