//

Dussehra 2021: ક્યારે છે દશેરા? આ વખતે બની રહ્યા છે 3 શુભ યોગ, થશે લાભ જ લાભ

14મી ઓક્ટોબરના રોજ સાંજના 6:52 વાગ્યા સુધી નોમની તિથિ રહેશે અને પછી દશમી તિથિ શરૂ થઈ જશે. 15મી ઓક્ટોબરે ઉદયાતિથિ પર દશેરા મનાવવામાં આવશે. 15 ઓક્ટોબર, 2021ના રોજ સાંજના 6:02 કલાક સુધી વિજયાદશમી રહેશે.

અશ્વિન માસની શુક્લ પક્ષની દશમી તિથિએ દશેરા ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 15 ઓક્ટોબર, 2021ને શુક્રવારના રોજ આવે છે. ખાસ વાત એ છે કે, આ દિવસે 3 શુભ યોગ બની રહ્યા છે. શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી જાતકોને લાભ મળશે. દશેરા હિંદુઓના પ્રમુખ તહેવારોમાંથી એક છે. પ્રભુ શ્રીરામના હાથે રાવણનો વધ થયો ત્યારથી આ તહેવાર ઉજવવાની પરંપરા ચાલી આવે છે. આ ઉપરાંત આ દિવસે જ માતા દુર્ગાએ મહિષાસુરનો સંહાર પણ કર્યો હતો માટે તે વિજયાદશમી તરીકે પણ ઉજવાય છે.

14મી ઓક્ટોબરના રોજ સાંજના 6:52 વાગ્યા સુધી નોમની તિથિ રહેશે અને પછી દશમી તિથિ શરૂ થઈ જશે. 15મી ઓક્ટોબરે ઉદયાતિથિ પર દશેરા મનાવવામાં આવશે. 15 ઓક્ટોબર, 2021ના રોજ સાંજના 6:02 કલાક સુધી વિજયાદશમી રહેશે. 15મી ઓક્ટોબરના રોજ બપોરે 2:01 વાગ્યાથી 2:47 વાગ્યા સુધી વિજય મુહૂર્ત છે. આ મુહૂર્તની કુલ અવધિ માત્ર 46 મિનિટની જ છે. જ્યારે અપરાહ્ન પૂજાનો સમય બપોરે 1:15 વાગ્યાથી 3:33 વાગ્યા સુધીનો છે.

શુભ યોગનો સમય

  • 14 ઓક્ટોબર સાંજે 9:34 વાગ્યાથી 16 ઓક્ટોબર સવારે 9:31 વાગ્યા સુધી રવિ યોગ રહેશે.
  • 15 ઓક્ટોબર સવારે 6:02 વાગ્યાથી 9:15 વાગ્યા સુધી સર્વાર્થ સિદ્ધ યોગ રહેશે.
  • તે સિવાય સવારે સૂર્યોદયથી 9:16 વાગ્યાથી કુમાર યોગ રહેશે.
    3 શુભ યોગ એક સાથે બની રહ્યા હોવાથી તમામ જાતકો માટે દશેરા પર પૂજન અત્યંત શુભ રહેશે.

પૂજન વિધિ
આ દિવસે ચોકી પર લાલ રંગનું કપડું બિછાવીને તેના પર ભગવાન શ્રી રામ અને માતા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરો. ત્યાર બાદ ચોખાને હળદર વડે પીળા કરીને સ્વાસ્તિક રૂપમાં ગણપતિજીની સ્થાપના કરો. નવગ્રહોની સ્થાપના કરો. તમારા ઈષ્ટની આરાધના કરો, ઈષ્ટને સ્થાન આપો અને લાલ પુષ્પો વડે પૂજા કરો. ગોળ વડે બનેલા પકવાનોનો ભોગ લગાવો. ત્યાર બાદ યથાશક્તિ દાન-દક્ષિણા આપો અને ગરીબોને ભોજન કરાવો. તમારા પૂજા સ્થળે ધર્મ ધ્વજાના રૂપમાં વિજય પતાકા લગાવો. વિજયાદશમીનો આ પર્વ આપણને અધર્મ, અનીતિ સામે લડવાની પ્રેરણા આપે છે.

Leave a Reply

Your email address will not be published.