
દેવભૂમિ દ્વારકા જિલ્લા ના જગત મંદિરે આગામી હોળી ફુલડોલ ઉત્સવ દરમિયાન હજારો યાત્રિકો દ્વારકા આવી રહ્યા છે. જેમાં કેટલાક દર્શનાર્થીઓ પગપાળા ફુલડોળ ઉત્સવ મનાવવા આવી રહ્યા છે જેમાં આજે એક પદયાત્રી શ્રધાળુ નું મોત થતા ગમગીની છવાઈ ગઈ હતી. દેવભૂમિ દ્વારકાના જગત મંદિરે પદયાત્રા કરી આવેલ શ્રદ્ધાળુ પદયાત્રી યુવાનનું મોત થયું છે આ પદયાત્રા ગત રાત્રિનાં મહુવાથી આવેલ પદયાત્રીનું મોત શૈલેષ ભાનુભાઇ કવાડ આશરે 19 વર્ષનું મોત ગોમતી નદી માં ન્હાવા જતા પદયાત્રીનું થયું મોત.
હાલ દ્વારકામાં હજારોની સંખ્યામાં પદયાત્રીઓ આવી પહોંચ્યા છે ફુલડોલ ઉત્સવની ઉજવણી કરવા અને ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા છે તેમાં મહુવાના યુવકનું ગોમતી સ્નાન દરમિયાન મોત થતા સ્થાનિક તરવૈયાઓ એ યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પાણીનું વ્હેલ વધુ હોવાથી યુવક પાણીમાં ડૂબી ગયો હતો સ્થાનીક તરવૈયાઓએ યુવકના મૃતદેહને બહાર કાઢી તેમની ઓળખ કરી પરિવારજનોને જાણ કરી .