///

અમદાવાદમાં વહેલી સવારે વરસાદી માહોલ, આ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો

રાજ્યમાં શિયાળીની મોસમ દરમિયાન અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો છે. જેમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેના પગલે જગતનો તાત ચિંતામાં ઘેરાયો છે. ત્યારે અમદાવાદની વાત કરીએ તો શહેરમાં વહેલી સવારે કમોસમી વરસાદી માહોલ છવાયો હતો. તો બીજી બાજુ શહેરના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાજ વરસ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ વહેલી સવારે વરસાદના છાંટા પડ્યા હતા. શહેરના એસજી હાઈવે, સેટેલાઈટ, નહેરુનગર, રાણીપ, વાડજ, નારપુરા, સાબરમતી, ઘાટલોડિયા, કાલુપુર, નરોડા, શાહીબાગ, ગોતા, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યાં હતા. કમોસમી વરસાદ શિયાળાની ઋતુ દરમિયાન વરસતા વાતાવરણમાં પણ શીત લહેર પ્રસરી ઉઠી હતી.

હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી કરી હતી. જેને પગલે ગઈકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે કેટલીક જગ્યાએ હળવો વરસાદ પણ વરસ્યો હતો. આ કમોસમી માવઠાથી ખેડૂતોને ખેતરમાં ઉભા પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.