/

Earthquake : રાધનપુર અને રાપરમાં ભૂકંપના આંચકા

ગુજરાતમાં પાટણના રાધનપુર અને કચ્છના રાપરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. પાટણના રાધનપુરમાં 2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો જ્યારે કચ્છના રાપરમાં 1.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. જો ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરવામાં આવે તો રાધનપુરથી 30 કિ.મી દૂર અને રાપરથી 21 કિ.મી દૂર આવેલું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થોડાં દિવસો પહેલાં પણ ભરૂચ અને સુરતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ભરૂચ અને સુરતમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. લોકો પોતપોતાની ઓફિસ અને ઘરમાંથી બહાર દોડીને આવી ગયા હતાં. ભરૂચમાં 4.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

નોંધનીય છે કે, રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતાં. રાજ્યમાં વડોદરાના સાવલીમાં, સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ગોધરા, હાલોલ, પંચમહાલ અને આણંદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.

Leave a Reply

Your email address will not be published.