///

ખેડૂત આંદોલન વચ્ચે દિલ્હીમાં ભૂકંપના ઝટકા

દિલ્હીમાં માત્ર અઠવાડિયાની અંદર જ બીજી વખત ભૂકંપના ઝટકા આવ્યા છે. આ વખતે નાંગલોઈમાં ભૂકંપના ઝાટકા અનુવ્યા છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.3 રહી છે. મળતી માહિતી મુજબ આશરે સવારે 5 કલાકને 2 મીનિટ પર ભૂકંપના ઝટકા અનુભવાયા હતાં. હાલમાં જાન-માલ કે નુકસાનની કોઈ જાણકારી સામે આવી નથી.

ઉલ્લેખનિય છે કે, 17 ડિસેમ્બરે પણ ભૂકંપના ઝાટકા દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતાં. ત્યારે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 હતી. જોકે, તે દરમિયાન પણ કોઈ જ રીતની જાનહાની થઈ નહતી. દિલ્હી એનસીઆરમાં ખેડૂત આંદોલન વચ્ચે પાછલા કેટલાક દિવસથી સતત ભૂકંપના ઝટકા અનુભવાઇ રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.