//

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા, કોઇ જાનહાનિ નહીં

રવિવારે સવારે અરૂણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઇ હતી, કોઇ જાનહાની નોંધાઇ નથી.

કેન્દ્રએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર રાજ્યમાં ચાંગલોંગથી 47 કિમી દક્ષિણ પશ્ચિમમાં નોંધાયું છે. વધુમાં જણાવ્યું કે સવારે 8.01 કલાકે આંચકા અનુભવાયા હતાં. મળતી માહિતી મુજબ કોઈ જાન-માલને નુકસાન થયુ હોવાનું સામે આવ્યુ નથી.

Leave a Reply

Your email address will not be published.