///

ભરૂચ તેમજ સુરતમાં અનુભવાયા ભૂકંપના આંચકા

ગુજરાતમાં ભરૂચ અને સુરત શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકા 2થી 3 સેકન્ડ સુધી અનુભવાયા હતા. સાથે જ ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. ભૂકંપ આવતા લોકો ઓફિસ તેમજ ઘરમાંથી બહાર નીકળી ગયા. ભરૂચમાં 4.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. નોંધનીય છે કે, રાજ્યના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરતમાં એકાએક ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતાં. ત્યારે ભરૂચની વાત કરીએ તો, ભરૂચમાં 03:39 મિનીટે 4.3ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ઊભો થઇ ગયો છે. જ્યારે 21.653 અક્ષાંશ અને 73.318 રેખાંશ પર ભરૂચના 36 કિમી સુધીના વિસ્તારમાં ભૂકંપ અનુભવાયો છે.

Leave a Reply

Your email address will not be published.