///

દિલ્હી-NCRમાં મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા

ગઇકાલે ગુરુવારે મધરાતે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતાં. આ તકે ભૂકંપનું કેન્દ્ર રાજસ્થાનના અલવરની આજુબાજુ જમીનથી લગભગ પાંચ કિંમી ઊંડુ હતું. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાં મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 આંકવામાં આવી હતી.

ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતાં. પ્રાથમિક સૂચના મુજબ હાલ જાનમાલને કોઇ નુકસાનના સમાચાર સામે આવ્યાં નથી.

આ ભૂકંપના થોડા કલાકો પહેલા જ રાજસ્થાનના સીકર જિલ્લામાં પણ ભૂકંપના હળવા ઝટકા મહેસૂસ થયા હતાં. આ તકે હવામાન ખાતાના ડાઈરેક્ટરે જણાવ્યું કે સવારે સીકરમાં ભૂકંપના હળવા આંચકા મહેસૂસ થયા હતાં. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0ની નોંધાઈ હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે ભૂકંપનું કેન્દ્ર રીંગસની આસપાસ જમીનમાં લગભગ પાંચ કિલોમીટરની ઊંડાઇ પર હતું. સીકર પોલીસ કંટ્રોલ રૂમ મુજબ ભૂકંપથી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનની હાલ સૂચના નથી.

Leave a Reply

Your email address will not be published.