/

સરકારે આર્થિક રીતે પછાત વર્ગમાં આ તમામ જ્ઞાતિઓનો સમાવેશ કર્યો

સામાજિક અને ન્યાય વિભાગે પરિપત્ર બહાર પાડી બિન અનામત વર્ગમાં 32 જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે. આ 32 જ્ઞાતિઓમાં હિંદુઓની 20 અને મુસ્લિમોની 12 જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. હિંદુઓની 20 જ્ઞાતિઓમાં મોઢ વણિક, મોઢ વાણિયા, પૂરબીયા રાજપૂત ક્ષત્રિય અને વાલમ બ્રાહ્મણનો સમાવેશ થાય છે.

આ સિવાય ખંડેલવાલ અને રાયકવાળ બ્રાહ્મણનો સમાવેશ થાય છે. હિંદુ આરેઠિયા, વાવિયા અને હિંદુ મહેતાનો સમાવેશ થાય છે. મુસલ્મિમાં કુરેશી મુસ્લિમ, સુન્ની મુસ્લિમ અને વ્હોરા પટેલનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયના પગલે આ 32 જ્ઞાતિઓને આર્થિક રીતે પછાત (ઇબીસી)નું પ્રમાણપત્ર લેવામાં સરળતા રહેશે.

બિન અનામત વર્ગની જાતિઓ તથા પેટા જાતિઓમાં નવી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્રારા 20 હિન્દુ જાતિ તથા પેટા જાતિઓ તથા બિન અનામત મુસ્લિમ જાતિઓમાં 12 જાતિ તથા પેટા જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જાતિઓની યાદી સક્ષમ સત્તાધિકારીઓને પ્રમાણપત્રો આપવામાં સરળતા રહે તે માટે આજે પ્રસિધ્ધ કરવામાં આવી છે.

આમ જે જાતિઓનો અનુસૂચિત જાતિ, જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો/ અન્ય પછાત વર્ગો સિવાયની કોઇ જાતિ, સમૂહ કે જૂથનો ઉલ્લેખ બિન અનામત વર્ગની યાદીમાં ન હોય તેવી જાતિના ઉમેદવારો/ અરજદારોને પણ સક્ષમ સત્તાધિકારી દ્વારા બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.

બિન અનામત વર્ગની જાતિઓ 6 ડિસેમ્બર 2018ના રોજ નક્કી કરવામાં આવી હતી. જેમાં બિન અનામત વર્ગની કુલ 69 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં સમાવેશ થયેલા ન હોય તેવા વર્ગના અરજદારો/સંસ્થાઓ તરફથી તેઓની જાતિનો બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં સમાવેશ કરવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમક્ષ રજૂઆત થઇ હતી. જેને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.