////

ખાાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો, ડબ્બો પહોંચ્યોં…

સૌરાષ્ટ્રના રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. સિંગતેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે સિંગતેલમાં ભાવ વધારો થતા ડબાનો ભાવ 2340 રૂપિયા પર પહોંચી ગયો છે. તો બીજી તરફ કપાસિયા તેલમાં પણ 10 રૂપિયાનો વધારો થતાં ડબ્બાનો ભાવ 1750 પર પહોંચ્યો છે. છેલ્લા બે મહિનાથી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, તેનુ કારણ વરસાદ છે.

આ વર્ષે અતિ વરસાદના પગલે મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે. જેથી નબળી ગુણવત્તાની મગફળી થઇ છે. દર વર્ષે જ્યાં 20 કિલો મગફળીમાં 14થી 15 કિલો સિંગદાણા નીકળતા હતાં. ત્યાં આ વર્ષે માત્ર 12થી 12.5 કિલો જ સિંગદાણા નીકળ્યાં છે. આમ, 20 કિલોએ મગફળીમાં અઢી કિલોની ઘટ પડી છે. એક તરફ માલની અછત, તો બીજી તરફ દાણા ઓછા નીકળી રહ્યાં છે. જે રીતે આ વર્ષે મગફળીનું વાવેતર થયું હતુ, તે જોતા 52 લાખ કિલો મગફળીની આશા હતી. પરંતુ તેની સરખામણીએ માત્ર 35 લાખ કિલો મગફળી થઇ છે. આ વર્ષે ઉત્પાદન ઓછું. એટલે આવક ઓછી અને માગ વધી ગઈ છે.

ઉલ્લેખનિય છે કે ચીન અને યુરોપના માર્કેટને કારણે પણ સિંગતેલના ભાવમાં વધારો થયો છે. ચીન સિંગતેલનું મોટું માર્કેટ છે. અગાઉ મગફળી ખરીદનાર ચીન હવે મગફળીને બદલે સિંગતેલ ખરીદવા લાગ્યું છે. મગફળીની ગુણવત્તા ખરાબ આવતા ચીનની સાથે હવે યુરોપિયન દેશો પણ તેલ ખરીદી રહ્યા છે. જેથી સિંગતેલનું એક્સપોર્ટ પણ વધી ગયું છે.

ઉલ્લેખનીય છે કે, વરસાદને કારણે 5 વર્ષ પહેલા દિવાળીએ 2500 રૂપિયે સિંગતેલના ડબ્બાનો ભાવ પહોંચી ગયો હતો, ત્યારે તેલના ડબ્બાનો આ ભાવ ફરી 2500ને પાર પહોંચી શકે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.