///

એક્તા કપૂરે હેન્ડસમ યુવક સાથે ફોટો શેર કર્યો, લોકોના કોમેન્ટની ભરમાળ

ટીવી સીરિયલ અને ફિલ્મ નિર્માતા એક્તા કપૂરે હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટો જોઈને લોકો એક્તા કપૂરના લગ્નની અટકળો લગાવી રહ્યાં છે. આ ફોટામાં એક્તાની સાથે એક હેન્ડસમ યુવક પણ જોવા મળી રહ્યો છે. એક્તા કપૂર પોતાના ખાસ મિત્ર સાથે ખુબ જ કેન્ડિડ મૂડમાં જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરતા એક્તા કપૂરે લખ્યું છે કે ‘અને અમે અહીં છીએ…તમને જલદી બતાવીશું.’ જેવી એક્તા કપૂરે આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી કે ચારે બાજુ ચર્ચા થવા લાગી છે. અનેક લોકોએ એક્તાને શુભેચ્છાઓ પણ પાઠવી દીધી. કેટલાકે લખ્યું કે તેમને ઈન્તેજાર છે. એટલું જ નહીં એક્તા કપૂરની આ તસવીરમાં તેની સાથે જોવા મળતા આ ખાસ મિત્રએ પણ કઈક ખાસ કોમેન્ટ કરી છે. ત્યારબાદ તેમના લગ્નની અટકળો જોરશોરમાં છે.

આ તસવીર જોવા મળ્યા બાદ તમને પણ એ જાણવાની ઉત્સુકતા રહી હશે કે આખરે આ હેન્ડસમ યુવક છે કોણ. તો તમને જણાવીએ કે આ યુવક તનવીર બુકવાલા છે. તનવીર એક્તાનો ખુબ જ નીકટનો મિત્ર છે. એક્તાએ જેવી તનવીર સાથે પોતાની ફોટો શેર કરી કે ફટાફટ ફોટા પર તેની કોમેન્ટ આવી ગઈ. જેને જોઈને લોકો લગ્નની અટકળો લગાવી રહ્યા છે. તેણે કોમેન્ટમાં લખ્યું કે ‘આ મિત્રતાને સંબંધમાં ફેરવવાનો સમય હવે આવી ગયો છે.’

તનવીર બુકવાલાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક્તા કપૂર સાથે અનેક ફોટા શેર કર્યા છે. જેમાંથી એક તસવીરમાં તે એક્તા કપૂરની સાથે સાથે તેની માતા શોભા કપૂર અને મનીષ મલ્હોત્રા સાથે જોવા મળે છે. તેમની સાથેના ફોટા જોતા લાગે છે કે તનવીર કપૂર પરિવારની ખુબ નીકટ છે.

Leave a Reply

Your email address will not be published.