///

મુંગેર હિંસામાં ચૂંટણી પંચે કરી કાર્યવાહી, જિલ્લાના DM અને SPને તત્કાળ પ્રભાવથી હટાવ્યા

મુંગેર જિલ્લામાં મૂર્તિ વિસર્જન દરમિયાન હિંસા ભડકી ઉઠવાના કેસમાં ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. જેમાં એસપી લીપિ સિંહ અને ડીએમ રાજેશ મીણાને તત્કાળ પ્રભાવથી હટાવી દેવાયા છે. સોમવારે મોડી રાતે વિસર્જન દરમિયાન પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ગોળી વાગતા એક યુવકનું મોત થયું હતું. તથા અનેક લોકો ઘાયલ થયા હતા.

આ અંગે ચૂંટણી પંચે મગધ કમિશનર ચુબા આઓને સમગ્ર તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ ચૂંટણી પંચે તેમને સાત દિવસની અંદર કમિશનરને રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે મુંગેરમાં નવા ડીએમ અને એસપીને નિયુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

આપને જણાવી દઈએ કે, સોમવારે મોડી રાતે બિહારના મુંગેર જિલ્લામાં મૂર્તિ વિસર્જન દરમિયાન પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન થયેલી હિંસામાં એક યુવકનું મોત થયું. આ સાથે જ પોલીસના લગભગ બે ડઝન જેટલા જવાનો પથ્થરબાજી અને ફાયરિંગની ઝપેટમાં આવી જવાથી ઘાયલ થયા. નોંધનીય છે કે જિલ્લાના એસપી લીપિ સિંહ અને ડીએમ રાજેશ મીણાએ અધિકૃત નિવેદનમાં આ ઘટના માટે અસામાજિક તત્વોને જવાબદારી ઠેરવ્યા હતાં.

આ ઘટનામાં એક યુવકનું મોત થયું. આ સાથે જ પોલીસના લગભગ બે ડઝન જેટલા જવાનો પથ્થરબાજી અને ફાયરિંગની ઝપેટમાં આવી જવાથી ઘાયલ થયા. નોંધનીય છે કે જિલ્લાના એસપી લીપિ સિંહ અને ડીએમ રાજેશ મીણાએ અધિકૃત નિવેદનમાં આ ઘટના માટે અસામાજિક તત્વોને જવાબદારી ઠેરવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.