/////

અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ-ચેરમેનની ચૂંટણી યોજાશે

આણંદની અમૂલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી અંગેનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યો છે. ત્યારે આજે શુક્રવારેઆ બંને મહત્વના પદ માટેની ચૂંટણી યોજાશે.

મળતી માહિતી મુજબ ગત 29 સપ્ટેમ્બરના રોજ અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના ત્રણ ટેકેદારો જ્યારે છ બેઠકો ઉપર કોંગ્રેસના ટેકેદારો ચૂંટાયા હતાં. જો કે બાદમાં અમૂલના ચેરમેન તથા વાઈસચેરમેનની ચૂંટણીનો મુદ્દો ગરમાયો હતો. જે હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.

જો કે હાલમાં જ આ અંગે ચેરમેન-વાઈસચેરમેનની ચૂંટણી યોજાવવા અંગે જાહેરનામુ બહાર પાડયુ હતું. ચૂંટણીનું જાહેરનામું બહાર પડતા જ ડીરેક્ટરોમાં અફડા તફડી મચી હતી.

ઉલ્લેખનિય છે કે અમૂલના નિયામક મંડળની ચૂંટણીમાં કુલ 13 બેઠકો પૈકી કોંગ્રેસ સમર્થિત ડીરેક્ટરોએ બહુમતી મેળવી હતી. આ પરિસ્થિતિ વચ્ચે સરકાર દ્વારા ત્રણ સરકારી પ્રતિનિધિઓની નિમણૂંકને લઈ ચેરમેન-વાઈસચેરમેનપદ માટે અવઢવ સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published.