//

રાજયસભાની ચૂંટણીને લઇને મોઢવાડીયાએ શું કર્યુ ટવીટ?

રાજયસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેવામાં રાજયસભાની ચૂંટણીને લઇને મોટા સમાચારો મળી રહ્યા છે. જેમાં કોંગ્રેસનાં નેતા અર્જુન મોઢવાડીયા ફરી એરવાર ચર્ચામાં આવ્યા છે. રાજયસભાની ચૂંટણીને લઇને એવી અટકણો ચાલતી હતી કે કોંગ્રેસનાં નેતા અર્જુના મોઢવાણીયાએ કોંગ્રેસની પાર્ટી પર પ્રેસર બનાવ્યુ છે અને પોતાને રાજયસભામાં લઇ જવા માટે કોંગ્રેસનાં નેતાઓને ચિમકી પણ આપી હતી. તેમજ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. જેમાં અર્જુન મોઢવાડીયા કોંગ્રેસ પાર્ટીથી ખફા છે. જેથી તેઓ કોંગ્રેસના ડિજિટલ સદસ્યતા અભ્યાનની મહત્વપૂર્ણ બેઠકમાં પણ ગેરહાજર હતાં. અર્જુન મોઢવાડીયાએ આજે ટવીટ કર્યુ છે. આ ટવીટને લઇને ચિત્ર સપષ્ટ થઇ ગયુ છે કે મોઢવાડીયાને રાજયસભામાં નથી જવું તેમજ અર્જુન મોઢવાડીયાએ એવુ પણ જણાવ્યુ હતુ કે, હું કોંગ્રેસ પાર્ટીનો કાર્યકતા છું અને રહીશ. તેમજ અમારા કોંગ્રેસમાં એકતા છે અને હું ઉમેદવાર નથી.

તેમજ કોંગેસ ભાજપ કંઇ પણ કરે પરંતુ અમે ૨ બેઠકો જીતીશું તેવો પણ વિશ્વાસ વ્યકત કર્યો હતો. જેને લઇને ચિત્ર સ્પષ્ટ થાય છે કે, મોઢવાડીયાને રાજયસભામાં જવા નથી માંગતા. મોઢવાડીયાને લઇને કોગ્રેસ પાર્ટીમાં જે અટકણો ચાલતી હતી તેનો અંત આવ્યો છે. કોંગ્રેસનાં નેતા અર્જુન મોઢવાડીયાએ ટવીટ કરીને જણાવ્યુ હતુ કે, રાજયસભામાં ગુજરાતમાંથી ખાલી પડનારી બેઠકોની ચુંટણીની ઉમેદવારી બાબતે અનુમાન આધારિત અહેવાલો આવે છે. હું કાર્યકર છું અને રહેવાનો છું. હું રાજયસભાનો ઉમેદવાર નથી. અમારા ધારાસભ્યોમાં સંપૂર્ણ એકતા છે. ભાજપ ગમેતેવા હાથકંડા અજમાવે તો પણ અમે ૨ બેઠકો જીતીશું. એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. 

Leave a Reply

Your email address will not be published.