//

સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી પહેલા મળ્યો કચરાના ઢગલામાંથી ચૂંટણીકાર્ડ નો જથ્થો : જાણો વિગતો

અમરેલી જિલ્લાના બાબરામાં મામલતદાર કચેરી નજીકથી 150 જેટલા ચૂંટણી કાર્ડનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આજે વહેલી સવારે એક જાગૃત નાગરિકને મામલાતદાર કચેરી નજીકથી પસાર થતા હાતા તે સમય દરમીયાન કચરા ના ઢગલામાંથી અંદાજે 150 જેટલા ચૂંટણીકાર્ડનો જથ્થો મળી આવ્યો હતો.

આ ચૂંટણીકાર્ડના જથ્થાને લઇ ને જાગૃત નાગરિક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો પરંતુ પોલીસે આ ચૂંટણીકાર્ડનો જથ્થો સાંભળવાને બદલે આ ચૂંટણીકાર્ડ નો જથ્થો મામલતદારને સોંપવા જણાવ્યો. જાગરૂત નાગરીકે આ જથ્થો મામલતદાર કચેરી ખુલતા સાથે ચૂંટણીકાર્ડ નો જથ્થો મામલતદાર ને સોંપ્યો હતો.

કચરાના ઢગલા માંથી મોટો જથ્થો ચૂંટણીકાર્ડનો મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે. આચૂંટણીકાર્ડ કોના છે. કચરાના ઢગલામાં કોને ચૂંટણીકાર્ડ ફેંક્યા હતા .કે કોઈ એ ટીખડી કરી હતી.એ તપાસનો વિષય બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published.