///

બિલ ગેટ્સને પાછળ છોડીને એલોન મસ્ક બન્યા બીજા સૌથી અમીર વ્યક્તિ

હાલમાં ટેસ્લાના પ્રમુખ અને બિલિયોનર એલન મસ્ક ચર્ચામાં છે. માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સને પણ પછાડીને એલોન મસ્ક વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ટેસ્લાના શેરમાં ભારે ઉછાળ થવાને કારણે એલોન મસ્કની નેટવર્થ 7.2 અબજ ડૉલર વધીને 127.9 અબજ ડોલર થઇ ગઇ છે. આ વર્ષે એલન મસ્કે પોતાની નેટવર્થમાં આશરે 110.3 અબજ ડોલર જોડ્યા છે.

બ્લૂમબર્ગ બિલિનેયરના ઇંડેક્સ પ્રમાણે, જાન્યુઆરી માસમાં અમીરોની રેન્કિંગમાં તે 35માં સ્થાન પર હતા પરંતુ હવે તે બીજા નંબર પર આવી ગયા છે, તેમની કુલ સંપત્તિ લગભગ ત્રણ-ચતૃથાર્ત ભાગ ટેસ્લા શેરોથી બનેલો છે. આ સ્પેસ એક્સપ્લોરેશન ટેકનોલોજી કોર્પ અથવા સ્પેસએક્સમાં તેમની ભાગીદારીથી ચાર ઘણી વધુ છે.

ત્યારે ઈન્ડેક્સ હિસ્ટ્રીમાં આ બીજી વખત છે, જેમાં માઇક્રોસોફ્ટ કોર્પોરેશનના સહ-સંસ્થાપક ગેટ્સ નંબર બેથી ઓછા રેન્ક પર છે. વર્ષ 2017માં Amazon.com ઇંકના સંસ્થાપક જેફ બેજોસ દ્વારા પ્રતિસ્પર્ધામાં આવ્યા બાદ પહેલા કેટલાક વર્ષો સુધી તે ટોચના સ્થાન પર રહ્યા હતા. બિલ ગેટ્સની કુલ સંપત્તિ 127.7 અબજ ડોલરથી વધુ હોત જો તેમણે તેનું દાન ના કર્યુ હોત, તેમણે 2006 બાદથી 27 અબજ ડોલરથી વધુ પોતાના જાણીતા ફાઉન્ડેશનને આપ્યા છે.

આ વર્ષે અત્યાર સુધી જેફ બેજોસની સંપત્તિમાં 67.7 અબજ ડોલર, બિલ ગેટ્સની સંપત્તિમાં 14.5 અબજ ડોલર અને એલન મસ્કની સંપત્તિમાં 93.1 અબજ ડોલરનો વધારો થયો છે. સૌથી વધુ વધારો એલન મસ્કની સંપત્તિમાં થયો છે.

Leave a Reply

Your email address will not be published.