///

અમેરિકાએ આપી Pfizer વેક્સીનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી

બ્રિટન બાદ અમેરિકામાં પણ અમેરિકી કંપની ફાઈઝર અને જર્મન ફાર્મા કંપની બાયોએનટેક દ્વારા વિકસાવાયેલી કોરોના વેક્સીનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળી છે. આ સિવાય અમેરિકાએ મોર્ડના પાસેથી પણ 100 મિલિયન કોરોના વેક્સીન ખરીદવાનું નક્કી કર્યું છે.

શુક્રવારે અમેરિકી સરકારના એક સલાહકારે ફાઈઝર વેક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આ માટે 8 કલાકની ચર્ચા ચાલી હતી. FDAની સલાહકાર સમિતિના સભ્યોએ 4ની સરખામણીએ 17 વોટથી વેક્સીનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. ફાઈઝરની વેક્સીનને હાલમાં મળેલી મંજૂરી અંતરિમ છે. કંપનીએ અમેરિકામાં વેક્સીનને નિયમિત રીતે વેચવા ફરી એકવાર અરજી કરવાની રહેશે.

વેક્સીનના લાભને ધ્યાનમાં રાખીને એક્સપર્ટ્સ દ્વારા તેના ઉપયોગને મંજૂરી આપવામાં આવી રહી છે. ફાઈઝરના ઈમરજન્સી ઉપયોગ માટે પહેલાંથી બ્રિટન, કેનેડા, બહેરીન અને સાઉદી અરબે પરમિશન મેળવી લીધી છે. ભારતમાં પણ વેક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માંગવામાં આવી છે.

અમેરિકામાં ફાઈઝરની વેક્સીનના ઈમરજન્સી ઉપયોગની પરમિશન ત્યારે મળી છે જ્યારે અહીં 24 કલાકમાં 3000 મોત થયા છે. વેક્સીનના ઉપયોગની મંજૂરી મળ્યા બાદ અમેરિકાના નિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે આ ઘટનાક્રમ સમયે એક ચમત્કાર છે. આ વૈજ્ઞાનિકો અને રિસર્ચર્સને આભારી છે.

Leave a Reply

Your email address will not be published.