રિલાયન્સ ડિફેન્સ સામે કોણે કર્યો વિરોધ જુઓ વિડિઓ

અમરેલી જિલ્લાના પીપાવાવ ગામે રિલાયન્સ ડિફેન્સ નામની કંપની આવેલી છે તે કંપનીના કર્મચારીઓ આજે સવારે કંપનીના દરવાજા સામે સુત્રોચાર કરી વિરોધ કરી રહ્યા હતા જાણવા મળતી વિગત મુજબ રિલાયન્સ ડિફેન્સના કર્મચારીઓ છેલ્લા 6 માસ થી કંપની દ્રારા પગારની રકમ નહિ ચુકવાતા કર્મચારીઓ રોષે ભરાઈ ગયા હતા. રિલાયન્સ ડિફેન્સ માં ગુજરાતી અને પરપ્રાંતી સહીત કુલ 1000 થી વધુ કમર્ચારીઓને મહેનત ના નાણાં કંપની નહિ ચૂકવતી હોવાથી આજે કંપની ના જ કર્મચારીઓએ કંપની ના મેનેજમેન્ટ વિરુદ્ધ માં સુત્રોચાર કરી પોતાની મહેનત ના પગારના રૂપિયા છ માસ થી બાકી હોવાનું જાણવી કંપનીના મેનેજમેન્ટ વિરુદ્ધ સુત્રોચાર કરી પગાર ચૂકવી આપવાની માંગ કરી રહ્યાછે


જોકે અવાર નવાર કંપનીના મેજેમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે મહેનતાણાની રકમ ને લઇને રક્ઝક થતી હોઈછે પરંતુ આ વખતે છ મહિના સુધી કર્મચારીઓ ને પગાર નહિ મળતા હવે કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી ને પગાર ની માંગ કરી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published.