////

મધ્યાહન ભોજનના કર્મચારીઓ આજે ગાંધીનગરમાં કરશે દેખાવ

મધ્યાહન ભોજનના કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઇને આજે બુધવારે ગાંધીનગર ખાતે દેખાવ કરશે.

સંઘે કોરોનાની ગાઇડ લાઇન સાથે 200 વ્યક્તિને દેખાવ કરવા માટે પોલીસની મંજૂરી માગી છે.

ઉલ્લેખનિય છે કે કર્મચારીઓ માસિક રૂપિયા 1600ના વેતનથી ફિક્સ પગારમાં કામ કરે છે, આવા સંજોગોમાં સરકારે પગાર વધારા માટે ગત ફેબ્રુઆરીમાં બોલાવેલી વિધાનસભામાં નિર્ણય લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ કોરોનાને પગલે વિધાનસભા વહેલી પૂરી થઇ જતાં નિર્ણય લઇ શકાયો નથી. જેના વિરોધને લઇ કર્મચારીઓ આજે બુધવારે ગાંધીનગર ખાતે દેખાવ કરશે.

Leave a Reply

Your email address will not be published.