///

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર, 2 આતંકવાદી ઠાર

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના ટિકેન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 2 આતંકવાદી ઠાર મરાયા છે. આ ઉપરાંત ફાયરિંગમાં એક સ્થાનિક વ્યક્તિ ઘાયલ થયો છે.

સુરક્ષા દળોને ટિકેન ગામમાં કેટલાક આતંકવાદી છુપાયા હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ સેનાની 55 આરઆર, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસની એસઓજીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેવામાં પોતાને ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. હાલ બંને તરફથી ફાયરિંગ ચાલુ છે.

ઉલ્લેખનિય છે કે આ પહેલા જમ્મુ અને કાશ્મીરના નગરોટામાં નાકા પર સુરક્ષા દળોએ ઘૂસણખોરી કરી રહેલા જૈશ-એ-મોહમ્મદના 4 આતંકવાદીઓને ઠાર માર્યા હતાં. સુરક્ષા દળોએ બાન ટોલ પ્લાઝાની પાસે ચેકપોસ્ટ ઊભી કરી હતી. વાહનોની તપાસ દરમિયાન આતંકવાદીઓના એક સમૂહે સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ફાયરિંગ બાદ આતંકવાદી જંગલની તરફ નાશી ગયા હતાં. ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું જેમાં 4 આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.