///

દાહોદનો કુખ્યાત દિલીપ દેવળનું એન્કાઉન્ટર, ટ્રિપલ મર્ડર વીથ લૂંટની ઘટનાનો હતો આરોપી

દાહોદનો કુખ્યાત દિલીપ દેવળની રતલામમાં પોલીસ સાથે અથડામણ થઇ હતી. આ અથડામણમાં કુખ્યાત દિલીપનું એન્કાઉન્ટરમાં મોત નિપજ્યું છે.

દિલીપ દેવળ દાહોદ જેલમાંથી બે વર્ષ પહેલા પેરોલ પર છૂટ્યો હતો અને ત્યારબાદ પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો. તે દરમિયાન દિલીપે મધ્યપ્રદેશમાં પણ ખૂની ખેલ ખેલતા પોલીસ તેને શોધી રહી હતી. 25મી નવેમ્બરે મધ્યપ્રદેશમાં દિલીપ દેવળે ટ્રિપલ મર્ડર વીથ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ પોલીસે તેને શોધવા માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશનની ટીમ બનાવી હતી.

ગત રાત્રે પોલીસને દિલીપ સંતાયો હોવાની બાતમી મળતા દિલીપને પકડવા માટે રતલામ પોલીસનો કાફલો રવાના થયો હતો. દરમિયાન રતલામના ખચરોદ નજીક દિલીપને પકડવા જતા પોલીસના જવાનો અને દિલીપ વચ્ચે ફાયરિંગ થયુ હતું. આ ફાયરિંગમાં રતલામ પોલીસના પાંચ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે જેમાં બે પીએસઆઈ અને ત્રણ જવાનો છે.

આ એન્કાઉન્ટરમાં દિલીપ દેવળ ઠાર મરાયો હતો. જ્યારે પોલીસના પાંચ જવાનોને ઇજા પહોંચી હતી. દિલીપનો આતંક એટલો હતો કે તેણે ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશમાં ખૂન અને લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હતો. છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપીને ફરતો હતો. જોકે અંતે તેને મોત જ મળ્યું હતું.

મધ્યપ્રદેશ પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે 25 નવેમ્બરના દિવસે દિલીપ દેવળ તેમજ તેના સાગરિતોએ લૂંટ સાથે ટ્રિપલ મર્ડર કર્યુ હતું. ટ્રિપલ મર્ડરનો મુખ્ય આરોપી દિલીપ દેવળને મધ્યપ્રદેશની પોલીસ શોધી રહી હતી. આ પૈકીના કેટલાક આરોપીઓ ઝડપાયા હતાં. પરંતુ દિલીપ દેવળ તેમાં ફરાર હતો. જોકે, ગઈકાલે પોલીસને માહિતી મળી હતી કે તે ખચરોલ નાકા તરફ કાચા રસ્તે નીકળ્યો છે.

પોલીસ દિલીપ દેવળને પકડવા જતાં તેણે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં 5 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતાં. પોલીસે સામે ફાયરિંગ કરતાં દિલીપ દેવળનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. પોલીસે દિલીપને પકડવા માટે રતલામ ડિવિઝનની તમામ તેમજ ગુજરાતની તમામ બોર્ડરો સીલ કરી હતી.

તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, રતલામની ખાચરોદ ચોકડી ફોર લેન હાઇવે પર હોમગાર્ડ કોલોની નજીકથી દિલીપ પસાર થઈ રહ્યો છે. તે બાતમીના આધારે રતલામ પોલીસે નાકાબંધી કરી હતી. જોકે પોલીસને જોતા જ દિલીપે ફાયરિંગ કર્યું હતું. જેમાં 5 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતાં અને સામે પોલીસે ફાયરિંગ કરતાં દિલીપ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.