////

IND vs ENG : ઇંગ્લેન્ડની ભારત સામે 8 વિકેટે જીત, સિરીઝમાં 2-1થી આગળ

ઇંગ્લેન્ડે ભારત સામે પાંચ T-20 શ્રેણીની ત્રીજી મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 8 વિકેટે મેચ જીતી લીધી છે. ઇંગ્લેન્ડ ટીમ તરફથી જોસ બટલરે અણનમ 83 અને જોની બેરસ્ટોએ અણનમ 40 રન કરી અને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂૂમીકા ભજવી છે.

આ પહેલા ઇંગ્લેન્ડનો બેટ્સમેન જેસન રોયન 9 રને યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 9 રન કર્યા હતા. જ્યારે મલાન 18 રન પર વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં પંત દ્વારા સ્ટમ્પ આઉટ થયો હતો. ઇનિંગ્સ દરમિયાન જે બે વિકેટ જ ઇંગ્લેન્ડની પડી હતી.

ભારતીય ટીમ તરફથી જો બોલિંગ આક્રમણની વાત કરીએ તો બોલિંગ આક્રમણ કઇ ખાસ રહ્યું ન હતુ. ચહલ માત્ર એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. જ્યારે એક વિકેટ સ્ટમ્પ પાછળ પડી હતી. બીજા બોલર નિષ્ફળ રહ્યા હતા અને ઇંગ્લેન્ડની ટીમે 156 રનનો ટાર્ગેટ આસાનીથી ચેજ કરી લીધો હતો.

આ પહેલા ટોસ હારી અને પ્રથમ બેચિંગ કરવા ઉતરેલી ભારતે ઇંગ્લેન્ડ સામે પાંચ T-20 શ્રેણીની ત્રીજી મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 156 રન કર્યા હતા. વિરાટ કોહલીએ પોતાના T-20 કરિયરની 27 મી ફિફટી ફટકારતાં 46 બોલમાં 8 ફોર અને 4 સિક્સની મદદથી અણનમ 77 રન કર્યા હતા. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ છઠ્ઠી વિકેટ માટે 33 બોલમાં 70 રનની ભાગીદારી કરી હતી. આ તરફ ઇંગ્લેન્ડ માટે માર્ક વુડે 3 અને ક્રિસ જોર્ડને 2 વિકેટ ઝડપી હતી.

ભારત ટીમની પ્રથમ બેટિંગ દરમિયાન માર્ક વુડની બોલિંગમાં ડેવિડ મલાને શ્રેયસ ઐયરનો કેચ કર્યો હતો. ઐયરે 9 બોલમાં 9 રન કર્યા હતા. તો ઋષભ પંત અને વિરાટ કોહલીએ ચોથી વિકેટ માટે 40 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ પંત રનઆઉટ થયો હતો. પંતે 20 બોલમાં 3 ફોરની મદદથી 25 રન કર્યા હતા.

ભારતીય ટીમના વન ડાઉન તરીકે ઈશાન કિશન 4 રને ક્રિસ જોર્ડનની બોલિંગમાં કીપર જોસ બટલરના હાથે કેચ આઉટ થયો હતો. તો પ્રથમ બે મેચમાં આરામ કર્યા બાદ રોહિત શર્મા પોતાના અંદાજમાં રમી શક્યો નહોતો. તેણે 17 બોલમાં 2 ફોરની મદદથી 15 રન કર્યા હતા. તે માર્ક વુડની બોલિંગમાં જોફરા આર્ચરના હાથે કેચ આઉટ થયો હતો. આ પહેલા ભારતે લોકેશ રાહુલની પ્રથમ વિકેટ ગુમાવી હતી જેમાં તે સતત બીજી ઇનિંગ્સમાં શૂન્ય રને આઉટ થયો હતો. તે માર્ક વુડની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

આ પહેલા ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને ભારત સામે પાંચ T-20 શ્રેણીની ત્રીજી મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

Leave a Reply

Your email address will not be published.