///

એસ્સાર પાવર કંપનીને અધધ…કરોડના દંડની રકમ ભરપાઈ કરવા સરકારે હપ્તા કરી આપ્યા

એસ્સાર પાવર કંપનીને વીજ પુરી પાડવાના કરાર કરવામાં આવ્યા હતા. ત્યારે આ કરાર પ્રમાણે કામગીરી કરવામાં નિષ્ફળ જવા બદલ કંપનીને 210, 81 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારે આ દંડની રકમ ભરવા માટે 11/2/2019ના રોજ 36 હપ્તેથી દંડની રકમ ભરવા માટેનો હુક્મ કર્યો હતો.

ઉર્જા વિભાગના તાબા હેઠળના નિગમોમાં છેલ્લાં બે વર્ષ દરમિયાન કર્મચારીઓની ભરતી કોન્ટ્રાક્ટ/ આઉટસોર્સીંગથી 13,924 કર્મચારીઓની કરવામાં આવી હોવાનો સ્વિકાર સરકાર તરફથી કરાયો છે. બાલાસિનોરના ધારાસભ્ય અજીતસીંહ ચૌહાણે કરેલા પ્રશ્નના જવાબમાં ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે, જે જગ્યાઓની કાયમી જરૂરિયાત ના હોય પરંતુ હંગામી સમયગાળા માટે હોય તે જગ્યા પર આઉટસોર્સીંગ અથવા કોન્ટ્રાકટથી સેવાઓ મેળવવામાં આવે છે.

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તાબા હેઠળના અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા અન્ય જાતિઓના વિકાસ માટે 9 નિગમો આવેલા છે. જેમાં આ નિગમોમાંથી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ, ગુજરાત ગોપાલક વિકાસ નિગમ તથા ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ તેમ જ ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસને નિગમને વર્ષ 2020-21ના બજેટમાં એક પણ રૂપિયાની ફાળવણી કરવામાં આવી નહીં હોવાની હકીકતને સરકારે સ્વીકારી છે.

છેલ્લા બે વર્ષમાં રાજયમાં પેટ્રોલ-ડીઝલ પરના વેટની આવકમાં ઘટાડો થયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં કપડવંજના ધારાસભ્ય કાળાભાઇ ડાભીએ પૂછેલાં પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, 1-2-2019થી 31-1-2020 સુધીમાં પેટ્રોલની 4488.58 કરોડ અને ડીઝલમાં વેટની આવક 9845.09 કરોડ મળીને કુલ 14333.67 કરોડ આવક થઇ હતી.

ઉપરાંત 1-2-2020 થી 31-1-2021 સુધીમાં પેટ્રોલમાં 4002.52 કરોડ અને ડીઝલમા વેટની આવક 8874.26 કરોડ મળીને કુલ 12866.78 કરોડ થઇ હતી. આ બે વર્ષમાં આવકમાં પેટ્રોલ-ડીઝલની આવકમાં 2019માં 1548.79 કરોડ અને 2020માં 1466.89 કરોડનો ઘટાડો થયો હતો.

Leave a Reply

Your email address will not be published.