///

SOU એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ઓથોરિટીનું મહેકમ મંજુર કરાયું

કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીનો કાયદો ગત 1 ફેબ્રુઆરી 2020ના રોજ અમલમાં મુકવામાં આવ્યો છે. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન વિવિધ પ્રોજેક્ટોના અમલીકરણ, જાળવણી માટે સત્તામંડળ હેઠળનું મહેકમ મંજુર કરવા ગત 9/11/2020 ના રોજ ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીની ઓફિસ હાલ કેવડીયામાં નિર્માણ પામી રહી છે.

SOU વિસ્તારના વિવિધ પ્રોજેક્ટો અને 31 જેટલી ટેકનોલોજી આધારિત સેવાઓની તાંત્રિક કામગીરી માટે 112 લોકોનું મહેકમ મંજુર કરાયું છે. જેમાં SOUના સંચાલન અને જાળવણી માટે 1 અધિક્ષક ઈજનેર, 1 કાર્યપાલક ઈજનેર, 3 કાર્યપાલક ઈજનેર, 10 મદદનીશ ઈજનેર/અધિક મદદનીશ ઈજનેર અને 20 લોકોનો અન્ય સ્ટાફ તથા અન્ય પ્રોજેક્ટોની જાળવણી માટે 1 અધિક્ષક ઈજનેર, 4 કાર્યપાલક ઈજનેર, 7 નાયબ કાર્યપાલક ઈજનેર, 20 મદદનીશ ઈજનેર/અધિક મદદનીશ ઈજનેર અને 43 લોકોના અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે, જ્યારે વધુ 51 લોકોનું મહેકમ કેવડિયા ઓથોરિટી હેઠળ ફાળવવામાં આવ્યું છે.

તો બીજી બાજુ વહીવટી કામગીરી માટે 1 CEO, 2 એડિશનલ કલેકટર, 4 ડેપ્યુટી મામલતદાર, 4 મામલતદાર, 1 એકાઉન્ટ ઓફિસર, 3 ડિવિઝનલ એકાઉન્ટન્ટ, 6 મેડિકલ ઓફિસર, 1 આયુર્વેદિક ઓફિસર, 14 પુરુષ હેલ્થ વર્કર, 6 મહિલા હેલ્થ વર્કર, 1 પંચકર્મ ટેક્નિશિયન, 1 ટીપીઓ, 6 જુનિયર ટીપીઓ, 16 પ્લાનિંગ આસિસ્ટન્ટ, 2 હેડ સુપરવાઈઝર, 20 સર્વેયર, 15 અન્ય કર્મચારીઓ, 27 ફાયર મેન, 2 એસઆઈ, 4 પીએચએસ, 10 એસઆઈ, 1 ટુરિઝમ જનરલ મેનેજર, 3 ડેપ્યુટી ટુરિઝમ જનરલ મેનેજર, 6 ટુરિઝમ ડેપ્યુટી મેનેજર, 8 પીઆર ઈવેન્ટ આસિસ્ટન્ટ મેનેજર, 8 પ્રોટોકોલ ઓફિસર, 8 ડેપ્યુટી મામલતદાર, 1 ડીવાયએસપી, 1 પીઆઈ, 3 પીએસઆઈ, 4 એએસઆઈ/હેડ કોન્સ્ટેબલ, 6 કોન્સ્ટેબલ મળી કુલ 201 લોકોનું મહેકમ મંજુર કરાયું છે.

આ ઉપરાંત SOU એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી બનતા જમીન માફિયાઓ વધુ સક્રિય કેવડિયા વિસ્તારની જમીન પર લાળ ટપકાવી રહ્યા છે.જમીન દલાલો કેવડિયા વિસ્તારના ગરીબો પાસેથી એકરની કિંમતમાં જમીનો લઈ ફૂટની કિંમતમાં વેચે છે અને કરોડો લાખો રૂપિયા કમાય છે. આદિવાસીઓની જમીનની કિંમત બાબતની અજ્ઞાનતાનો લાભ જમીન માફિયાઓ લઈ રહ્યા છે. તો આ મામલે તંત્રએ પગલાં ભરવા જરૂરી બન્યા છે.

સાથે જ કેવડિયા ઓથોરિટી બનતા ત્યાં હવે વિકાસના કામને વેગ આપવામાં આવી રહ્યો છે. જેમાં હાલ ગરુડેશ્વરમાં એક CHC છે પણ એના પર આસપાસના 70 ગામોનો ભાર છે. SOU પર વર્ષમાં 1 કરોડ પ્રવાસીઓ લાવવાનું સરકાર આયોજન કરી રહી છે ત્યારે ત્યાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સાથે સાથે સ્કૂલ-કોલેજ પણ બનવી જોઈએ એવી લોક માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published.