////

વડોદરાના માંજલપુર વિસ્તારના ઈવા મોલને 3 દિવસ માટે કરાયો સીલ

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ઇવા મોલને 3 દિવસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે. જેમાં કોરોના ગાઈડલાઈનના નિયમોનું ઉલ્લંઘન કરતુ હોવાનું ધ્યાનમાં આવતા આ મોલને સીલ કરવામાં આવ્યો હતો.

આજથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમ બનાવીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં દરેક વોર્ડવાઇઝ આ ટીમ ફરી રહી છે અને માસ્ક ના પહેરનાર તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ના કરનારા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વડોદરામાં કોરોના સંક્રમણને રોકવા માટે તંત્ર હરકતમાં આવી છે. જેના પગલે શહેરમાં કોરોનાના નિયમોનું પાલન ના કરતા મોલ-દુકાનો સહિતના એકમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરામાં 120 હોટસ્પોટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસુલવામાં આવશે. સાથે જ માસ્ક વગર દુકાનમાં કામ કરનાર, વેપાર કરનારની દુકાનો પણ સીલ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.