
રાજ્યસભાની ચૂંટણીનું રાજકારણ ધીમે ધીમે ગરમાયુ રહ્યું છે એક પછી એક ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લના સાવર કુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે તો ભાજપને રોકડી પરખાવી દીધી કે તમારું સર્વસ્વ મારા પર લૂંટાવી દો તો પણ હું કોંગ્રેસ નહિ છોડું હું કોંગ્રેસનો કાર્યકર છું અને કોંગ્રેસ માં જ રહીશ ભાજપ પોતાની તમામ સંપત્તિ આપે તો પણ હું કોંગ્રેસ નહિ છોડું એવું નિવેદન સાવર કુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે આપતા કોંગ્રેસના સિનિયર નેતાઓએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે કેટલાક ધારાસભ્યો ભાજપની ભાંગફોડના ભોગ બન્યા છે પરંતુ કોંગ્રેસ ની વિચારધારા સાથે જોડાયેલા પ્રતાપ દુધાત કોંગ્રેસ નહીં ચોડે તેવી વાત થી ભાજપ ની સોનાની જાળ પાણી માં ગઈ હતી.