////

ભારત સહિત આ દેશોમાં પણ દિવાળીની ઉજવણી ધામધૂમથી થાય છે

ભારત એક એવો દેશ જ્યાં બધા તહેવારની સમાનતાપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જેમાં દિવાળી હોય કે પછી ઈદ તહેવારની ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આપને એવું થતું હોય છે કે વિદેશમાં આ પ્રકારે ઉજવણી થતી હશે કે નહીં ? ત્યારે વિદેશોમાં કેટલાક એવા દેશો પણ છે, જ્યાં દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છ.

દિવાળીના તહેવારને ફિઝીમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દેશમાં ભારતીય આબાદી હોવાથી દિવાળી પર્વનું મહત્ત્વ રહેલું છે. દિવાળી તહેવાર નિમિત્તે અહીં લોકો એકબીજીને ભેટ આપીને તહેવારની ઉજવણી કરે છે.

જો ઈન્ડોનેશિયાની વાત કરવામાં આવે તો, અહીં ભારતીય વસ્તી ઓછી છે, તેમ છતા અહીં દિવાળીની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે.

ભારતથી તદ્દન અલગ દેશ એવા મલેશિયામાં દિવાળીને લીલી દિવાળી કહેવામાં આવે છે. તો દરેક અનુષ્ઠાન ભારતથી સાવ અલગ હોય છે. અહીં સવારની શરૂઆત તેલના સ્નાનથી કરવામાં આવે છે, ત્યારબાદમાં મંદિરમાં પૂજા કરે છે.

આ ઉપરાંત મૉરેશિયસમાં 50 ટકા જ હિન્દુની વસ્તી છે. ત્યારે અહીં દિવાળીના દિવસે રજા રાખીને લોકો ધામધૂમથી દિવાળીને ઉજવવામાં આવે છે.

તો મોટી સંખ્યામાં પંજાબીઓ કેનેડામાં વસે છે. તો તેમને અનૌપચારિક રીતે મિની પંજાબ કહેવામાં આવે છે. કેનેડાની સાંસદમાં પંજાબી ત્રીજી ભાષા છે. તેઓ દ્વારા દિવાળીની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે.

ત્યારે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોના કેટલાક દેશોમાં પણ દિવાળી પર્વનું એટલું જ અનેરું મહત્વ રહેલું છે.

Leave a Reply

Your email address will not be published.