/

કોરોના કરતા પણ વધુ ડરાવનો રિપોર્ટ, દુનિયાને રડાવશે!

કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે દુનિયાભરમાં અનેક પ્રયાસો થઈ રહ્યા છે.. લોકડાઉનને લાગુ કરવાના કારણે ખતરનાક વૈશ્વિક મંદી આવવાની શક્યતા છે.. હાલની મંદીની ગંભીરતાનો અંદાજો માત્ર આ વાતથી લગાવી શકાય છે કે 2008માં આવેલ સ્લોડાઉન કરતા પણ વધુ હશે.. ઉલ્લેખનીય છે કે ચીનમાં ગત ત્રણ મહિનાથી ચાલી રહેલ લોકડાઉન બાદ મોટા ભાગની ફાઈનાન્સ રિસર્ચ કંપનીઓ આર્થિક મંદીના એંધાણ આપી ચૂકી છે. ઈન્ટરનેશનલ મોનિટરીંગ ફંડના મેનેજિંગ ડાયરેકટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ જણાવ્યું કે- હવે આપણે મંદીમાં છીએ, આ મંદી વૈશ્વિક ફાઈનાન્શિયલથી પણ બદતર છે.. જ્યોર્જિવાએ ભાર પૂર્વક જણાવ્યું કે- દુનિયાભરમાં કોવિડ-19ની જંગ વચ્ચે જીવ બચાવવા અને આજીવિકાની રક્ષા પર સાથે કામ કરવાની આવશ્યક્તા છે. જાણકારોનું કહેવું છે કે- જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી ચીનની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે ઠપ થઈ રહી છે

ગત મહિનાથી અમેરિકા તથા યુરોપના મોટા ભાગના દેશો કોરોના વાયરસના સંક્રમણના કારણે બંધ થયા છે. આવી પરિસ્થિતિમાં વૈશ્વિક મંદીથી બચવું મુશ્કેલ છે. વર્લ્ડ બેંક દ્વારા અગાઉથી ચેતવણી આપવામાં આવી છે કે કોરોના વાયરસના સંક્રમણને કારણે વિકસશીલ દેશો પર માઠી અસર પડવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનો પ્રથમ બનાવ ચીનના વુહાન શહેરમાંથી 30 ડિસેમ્બરની આસપાસ પ્રકાશમાં આવ્યો.. ત્યાર બાદ ગત ત્રણ મહિનાથી સમગ્ર વિશ્વમાં વાયરસ ફેલાયો છે.. તો ત્રણ મહિનાની અંદર વિશ્વના 181 દેશો કોરોનીથી પ્રભાવિત થયા છે. દુનિયાભરમાં અત્યાર સુધી આ વાયરસના કારણે 11 લાખ લોકો અસર પામ્યા છે.. જ્યારે 58 હજારથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.