//

આજે પણ સોના-ચાંદીના ભાવમાં થયો વધારો, જાણો આજની નવી કિંમત

આજે પણ સોના અને ચાંદીના હાજર ભાવમાં વધારો નોંધાયો છે. જેમાં એચડીએફસી સિક્યોરિટી પ્રમાણે દિલ્હીમાં સોનાના ભાવમાં 105 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વૃદ્ધિ જોવા મળી છે. જેનાથી રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ 44,509 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે.

ગત સત્રમાં સોનાનું મૂલ્ય 44404 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. આ રીતે ચાંદીની કિંમત 1073 રૂપિયાના વધારા સાથે 6764 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો છે. તેનાથી પાછલા સત્રમાં એટલે કે બુધવારે ચાંદીની કિંમત 66,291 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી. એચડીએફસી પ્રમાણે વૈશ્વિક સ્તર પર બહુમૂલ્ય ધાતુના ભાવમાં વધારાથી દેશમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે.

એચડીએફસી સિક્યોરિટીઝમાં સીનિયર એનાલિસ્ટે કહ્યું કે, દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 105 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી વધી ગયો. વૈશ્વિક સ્તર પર સોનાના ભાવમાં રાત્રે વૃદ્ધિને કારણે આ વધારો જોવા મળ્યો છે. ગુરૂવારે આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાનું મૂલ્ય 1738 ડોલર પ્રતિ ઔંસ પર ચાલી રહ્યું હતું. આ રીતે ચાંદીની કિંમત 26.36 ડોલર પ્રતિ ઔંસ પર હતી.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સાંજે એપ્રિલમાં ડિલિવરી વાળા સોનાનો ભાવ 60 રૂપિયાના વધારા સાથે 44900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યો હતો. આ રીતે જૂન, 2021માં ડિલિવરીવાળા સોનાનો ભાવ 48 રૂપિયા એટલે કે 0.11 ટકાની તેજીની સાથે 45,254 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો.

સાથે જ MCX પર સાંજે 5.40 કલાકે મે 2021માં ડિલિવરીવાળી ચાંદીની કિંમત 368 રૂપિયાની તેજીની સાથે 67595 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્જ કરી રહી હતી. જુલાઈ 2021માં ડિલિવરીવાળી ચાંદીની કિંમત 346 રૂપિયાની તેજીની સાથે 68,604 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાલી રહી હતી.

Leave a Reply

Your email address will not be published.