///

મોરબી પેટાચૂંટણીમાં ઇવીએમ ખોટકાયા

કોરોના મહામારી વચ્ચે 8 વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર આજે મંગળવારે મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે મોરબીના માળીયા વિધાનસભાની પેટાચૂંટણીમાં ઇવીએમ ખોટકાયાનું સામે આવ્યુ છે.

માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે બુથ નંબર 265, 160 અને ત્રાજપરના મોકપોલમાં ઇવીએમ ખોટકાયા હતાં. આ ત્રણેય જગ્યાએ તાત્કાલિકના ધોરણે ઇવીએમ મશીન રીપ્લેશ કરવામાં આવ્યા છે. જ્યારે મોરબીના કાલિકા પ્લોટમાં આવેલી સ્મિત સ્કૂલમાં ઇવીએમ મશીન બગડ્યાનું સામે આવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, ડાંગ, કપરાડા તથા કરજણ બેઠકની પેટાચૂંટણી માટે મતદાન શરૂ છે. જેનું પરિણામ 10 નવેમ્બરના રોજ આવશે.

Leave a Reply

Your email address will not be published.