/

બોર્ડની પરીક્ષાના ડરે વાંસદાના વિદ્યાર્થી શું કર્યું કે પોતાનો જીવ ગુમાવાનો આવ્યો વારો ?

રાજયમાં ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં વિચલિત કરી દે એવા સમાચાર મળી રહ્યા છે. વાસદાના તરકાણીના જંગલમાંથી વિધાર્થીએ ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. વિધાર્થીના પરિવારજનો પર આભ તૂટી ગયુ છે. નવસારી જિલ્લાના વાસંદા આદિવાસી વિસ્તારમાં મોટી વાલઝર ગામમાં રહેતા એક વિધાર્થીએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ છે. વિધાર્થીનો તરકાણીનાં જંગલમાં ગળેફાસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતે પરિવારજનોએ જણાવ્યુ હતુ કે, આત્મહત્યા કરનાર વિધાર્થી ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા આપી રહ્યો છે. તેમજ પહેલા ૨ વાર પરીક્ષામાં નાપાસ થયો હતો. જેથી નાપાસ થવાના ડરે વિધાર્થીએ આવુ પગલુ ભરયુ હશે. 

Leave a Reply

Your email address will not be published.