//

મોંઘા માસ્ક મફતમાં વહેંચ્યા :કોંગ્રેસ

ગુજરાતમાં હાલ કોરોનાનો ભય સતાવી રહ્યો છે લોકો ઘરની બહાર પણ નીકળતા ડરી ગયા છે.બજારમાં માસ્ક અને સેનિટાઝરની કિંમત કરતા પાંચ ગણા રૂપિયા વેપારીઓ લઇ રહ્યા છે ત્યારે લોકો મ જાગૃતિ આવે અને પ્રદુષણથી દૂર રહે તેવા ઉદેસથી ગુજરાત કોંગ્રેસના યુવા કાર્યકરો દ્રારા લોકોને જાગૃત કરવા ફ્રી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું કોરોનાના ભયથી હાલ સમગ્ર દુનિયા ફફડાટમાં છે તેમાં અનેક પ્રકારની સાવચેતીની ખુબજ જરૂરત છે તેમાં માસ્ક પણ ખુબજ મહત્વનું છે માસ્ક બજાર માં 15 થી 20 રૂપિયાનું વહેંચાતું મળતું હતું

એ આજે 110 કે તેથી વધુની કિંમતનું વહેંચાય રહ્યું હોવાથી ગુજરાત કોંગ્રેસે નવરંગપુરા હાઈસ્કૂલ વિસ્તારમાં જઈ સરકારની ઘોર બેદરકારી અને સરકારની જવાબદારી હોવાનું જણાવી લોકોને માસ્ક પહેરાવી જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો કોંગ્રેસ કાર્યકરોએ ગરીબ લોકો કે જે માસ્ક ખરીદ નથી ખરીદી કરી શકતા તેવા ગરીબ લોકોને માસ્ક નું વિતરણ કર્યું હતું જેમાં યુથ કોંગ્રેસ ના યુવા નેતા કપિલ દેસાઈ સહીત ના કાર્યકરો હાજર રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published.