//

ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ, 4ના મોત

ઉત્તર પ્રદેશ રાજ્યના કુશીનગર જિલ્લાના કપ્તાનગંજમાં એક ગેરકાયદેસર ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. જેના પગલે આગ લાગી હતી.

ફેક્ટરીમાં થયેલો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ 4 કિમી સુધી સંભળાયો હતો. વિસ્ફોટના પગલે આસપાસમાં આવેલા કેટલાક મકાનોમાં નુકસાન પહોંચ્યું છે.

હાલમાં મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કેટલાક ઘાયલ થયા છે. તમામ મૃતકો એક જ પરિવારના હતાં.

આ ઘટનાને પગલે તંત્રએ આસપાસની પોલીસ અને એમ્યુલન્સને ઘટના સ્થળે પહોંચવાનો આદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published.