///

પાકિસ્તાનના પેશાવરમાં વિસ્ફોટ, 7ના મોત, 70 ઘાયલ

પાકિસ્તાનના પેશાવરની ડીર કોલોનીમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 70 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે 7 લોકોના મોત નિપજ્યા છે. ઘાયલને હાલમાં હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજહ કેટલાક લોકોની હાલત ગંભીર છે.

આ વિસ્ફોટ પાછળનું કારણ હજી અકબંધ છે. સ્થાનિકોનું કહેવુ છે કે તે સિલિન્ડર બ્લાસ્ટ છે. જોકે ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓ કેસની તપાસ કરી રહ્યા છે. તમામ ઇજાગ્રસ્તોને હાલમાં એલઆર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પોલીસ વડાનું નિવેદન

પોલીસ વડાએ વિસ્ફોટ થયા હોવાનું જાહેર કર્યુ છે. પોલીસ વડાના જણાવ્યાં અનુસાર ઘાયલને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સાથે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. વિસ્ફોટ પાછળનું કારણ હજુ અકબંધ છે. મળતી માહિતી મુજબ વિસ્ફોટ થયો ત્યારે બાળકો તેમાં અભ્યાસ કરી રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.