/

સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર હથિયારોના સોદાગરો પકડાયા

સુરેન્દ્વનગરમાં ગેરકાયદેસર હથિયારોના સોદાગરોનો પર્દાફાશ થયો છે. સુરેન્દ્વનગરમાં એલસીબીએ ૮ પિસ્તોલ સાથે ૪ આરોપીઓની ધરપકડ કરી છે. સુરેન્દ્વનગર એસીબીને બાતમી મળી હતી કે કેટલાક લોકો ગેરકાયદેસર હથિયારો વેચે છે અને ગુનાહિત પ્રવૃતિને વેગ આપે છે. જેને લઇને સુરેેન્દ્વનગર એલસીબીએ જે લોકોની બાતમી મળી હતી તેમના પર વોચ રાખીને તેમને રંગેહાથ પકડવાનું આયોજન કર્યુ હતું. વણારોડ પરથી એલસીબીની ટીમે ગેરકારદેસર હથિયારો ખરીદનાર અને વેચનારો સામે લાલ આંખ કરી છે. તેમજ રંગેહાથો પકડી પાડયા છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને પુછતાજ કરી હતી. જેમાં આરોપીઓ ૨૫૦૦૦ હજારમાં હથિયાર વેચતા હોવાનું બહાર આવ્યુ છે.

પકડાયેલા ૪માંથી ૨ આરોપીઓ મધ્યપ્રદેશથી ગેરકાયદેસર હથિયારો લાવીને સુરેન્દ્વનગરમાં વહેંચતા હતાં. પોલીસે આરોપીઓ સામે કેસ નોંધી તજવીજ હાથધરી છે. તેમજ સુરેન્દ્વનગર એલસીબીએ જણાવ્યુ કે હજી આરોપીઓની પુછતાજ બાકી છે. તેમજ સુરેન્દ્વ જિલ્લામાં કે પછી ગુજરાતમાં કે અન્ય રાજયમાં કેટલા લોકોને હથિયારો વેંચયા છે તેમજ હથિયારો વેંચવાની ગેરકાયદેસર પ્રવૃતિઓ સાથે અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે વધુ તપાસ હાથધરી છે. તપાસમાં સમગ્ર મામલો ખુલવાની તેમજ અન્ય બીજા આરોપીઓ સામે આવવાની શકયતાઓ છે.

Leave a Reply

Your email address will not be published.