//

RTOએ કાચા લાયસન્સવાળા માટે ટેસ્ટનો સમય વધાર્યો

રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહન ચાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાહન વ્યવહાર વિભાગે કાચા ડ્રાઇવિંગ લાયસન્સ માટે આપવામાં આવતી પરીક્ષાના સમયમાં ફેરફાર કર્યો છે. હવે ITI કચેરીએ બપોરની જગ્યાએ સવારથી પરીક્ષા લેવાનું શરુ થશે. સમયમાં ફેરફાર કરી હવે 9 કલાકથી સાંજના 5.30 કલાક સુધી અરજદારો ટેસ્ટ આપી શકશે.

નવા ફેરફાર સાથે અરજદારોએ સમય અને ધક્કા ખાવામાં છૂટકારો મળશે. ITI કચેરીઓમાં હવે સવારે 9 કલાકથી કાચા ડ્રાઈવિંગ લાયસન્સ માટે કોમ્પ્યુટરની પરીક્ષા લેવાશે. ઉલ્લેખનિય છે કે ITI કચેરીમાં બપોરે 2.30 વાગ્યા પછી ટેસ્ટ લેવાતી હતી. પરંતુ હવે કચેરીનો સમયમાં ફેરફાર કરી સવારે 9થી સાંજે 5.30 વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે. હવે વધુ અરજદારો કાચા ડ્રાઇિંગ લાઇસન્સ માટે કોમ્પ્યુટરની પરીક્ષા આપી શકે તે માટે દરરોજની એક ITI કચેરીમાં નવી 48 એપોઈમેન્ટ વધારી દેવામાં આવી છે.

દરમિયાન અરજદારોને પડતી હાલાકીને ધ્યાને લઈ રાજ્યના વાહન વ્યવહાર વિભાગે ITI કચેરી બપોરે 2.30થી 5.3 વાગ્યાને બદલે સવારે 9થી સાંજે 5.30 વાગ્યા સુધી કાર્યરત કરવા નિર્ણય લીધો હતો. જેને પગલે હવે ITI કચેરીમાં સવારે 9 વાગ્યાથી કાચા લાયસન્સ લાઈસન્સની કોમ્પ્યુટર પરીક્ષા લેવાશે.

Leave a Reply

Your email address will not be published.