/

કોરોના વાઇરસના પગલે વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરવાની મુદતમાં વધારો

કોરોના વાઇરસના પગલે હાલ કોર્ટનું કામકાજ નિયમિત શરૂ થયું ન હોવાના કારણે ધારાશાસ્ત્રીઓની મુશ્કેલી તથા સભ્યો તરફથી કરાયેલી રજૂઆતને ધ્યાનમાં લઇને ગુજરાત બાર કાઉન્સીલની આજે સામાન્ય સભામાં વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરવા માટેની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે પછી સભ્ય ધારાશાસ્ત્રીને વેલ્ફેર ફંડની ત્રીજા ગાળાની રિન્યુઅલ ફી 31 ડિસેમ્બર સુધી ભરવાની રહેશે.

આ ઉપરાંત આ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, વેલ્ફેર ફંડની અગાઉના વર્ષોની રિન્યુઅલ ફી ન ભરનારા ધારાશાસ્ત્રીઓને વર્તમાનપત્રમાં નોટીસ આપી વેબસાઇટ પર એવા ધારાશાસ્ત્રી સભ્યોના નામે જાહેર કરી તેમને ખુલાસા સાથે 30 દિવસમાં વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરવાની તક આપવામાં આવશે.

જે પણ સભ્ય ધારાશાસ્ત્રીએ અગાઉના વર્ષોની રિન્યુઅલ ફી તેમ જ વર્તમાન સમયની રિન્યુઅલ ફી ભરવામાં નિષ્ફળ જશે તો તેવા ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર ફંડનું સભ્યપદ રદ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.