///

ફેસબુકે કિસાન એકતા મોરચાનું બંધ કરેલુ એકાઉન્ટ ફરી કર્યુ શરૂ

આજે દિલ્હી-હરિયાણા બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન સતત 25માં દિવસે પણ યથાવત છે. ત્યારે યૂપી ગેટ પર ખેડૂત ધરણા પર બેઠા છે. તો બીજી બાજુ ખેડૂત આંદોલનની લડાઈને સોશિયલ મીડિયાના મેદાનમાં લઈ જવાના હેતુથી બનાવેલા કિસાન એકતા મોરચાના પેજને રવિવારે ફેસબુકે સસ્પેન્ડ કરી દીધું હતું. જો કે, એકાઉન્ટને સસ્પેન્ડ કરતા વ્યાપક આલોચનાનો સામનો કરતા સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીએ તેના અગાઉના નિર્ણય બદલ ખેદ વ્યક્ત કરતાં ફરીથી પેજ શરૂ કર્યું.

આપને જણાવી દઈએ કે, ફેસબુકનું કહેવું હતું કે, ખેડૂત એકતા મોરચાનું એકાઉન્ટ તેમના કોમ્યૂનિટી સ્ટાન્ડર્ડનનું પાલન કરવામાં આવી રહ્યું નથી. નોંધનીય છે કે, ખેડૂતો પાછલા 25 દિવસથી સરકાર સામે નવા કૃષિ કાયદાઓને રદ્દ કરવા માટે આંદોલન કરી રહ્યાં છે.

મહત્વનું છે કે, આ કૃષિ કાયદાઓને પગલે સરકાર સાથે ખેડૂત નેતાઓએ પાછલા દિવસોમાં છ રાઉન્ડની બેઠક પણ થઈ ચૂકી છે. જોકે, અત્યાર સુધી એકપણ બેઠક સફળ નિવડી નથી. ખેડૂતો કૃષિ કાયદાને રદ્દ કરવાનું કહી રહ્યાં છે.

તો બીજી તરફ સરકાર પણ પોતાની જીદ્દ પર અડગ છે. સરકાર કૃષિ કાયદાઓમાં સંશોધન કરવા માટે તૈયાર છે પરંતુ ખેડૂતો કાયદાઓને બધી જ રીતે રદ્દ કરવાની માંગ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.