////

સૌરાષ્ટ્રના જાણીતા લોકગાયકનું અકસ્માતમાં મોત

દ્વારકા ખંભાળિયા હાઇવે પાસેના ચરકલા હાઇવે રોડ પર વહેલી સવારે કાર ઝાડ સાથે અથડાઇ હતી. જેમાં દ્વારકા તાલુકાના મિઠાપુર ગામે રહેતા લોકગાયક કલાકાર રમેશભાઇ દૂઘરેજિયાનું મોત નિપજ્યુ હતું.

મળતી માહિતી મુજબ દ્વારકા તાલુકાના મિઠાપુર ગામે રહેતા ગાયક કલાકાર રમેશભાઇ નારણદાસ દૂધરેજિયા ભાણવડ અને ધોરાજી ગામેથી પોતાનો પ્રોગ્રામ પૂરો કરી કાર લઇ પોતાના ગામ મીઠાપુર જઇ રહ્યાં હતાં. ત્યારે વહેલી સવારે દ્વારકા ખંભાળિયા હાઇવે ચરકલા રોડ પર એક ઝાડ સાથે કાર અથડાઈ હતી.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ રમેશભાઇને 108 દ્વારા સારવાર અર્થે લઇ જતા પહેલા જ તેઓઓનું રસ્તામાં મોત નિપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતા દ્વારકા પોલીસે ઘટના સ્થળે દોડી આગળની તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.