//

ડુંગળીએ જગતના તાતને રડાવ્યા : પોષણક્ષમ ભાવ ન મળતા પાક રોડ પર ઠાલવી દીધી

ધોરાજી પંથકની અંદરમાં ડુંગળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે ડુંગળીનું વાવેતર કર્યા બાદ ખેડૂતોની તૈયાર થયેલી ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને ખેડૂતો રસ્તા પર ડુંગળી ફેકી અને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે મોંઘા ભાવના બિયારણો અને જંતુનાશક દવા સહિત વાવેતરના સમયે મસમોટો ખર્ચ કરી નાખ્યો પરંતુ વાવેતરમાં થયેલ ખર્ચ પણ નીકળી શકે એમ નથી જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.

આયાત કરેલી ડુંગળીના ભાવો આસમાને રહેશે જ્યારે અહીં ઉત્પાદન થયેલી ડુંગળીના ભાવ તળીયે બેસી જાય છે જે સરકારની ખેડૂત વિરોધી નીતિ નું ઉદાહરણ પૂરું પાડે છે ધોરાજી પંથકના ખેડૂતોને રડાવતી ડુંગળી પુષ્કળ ઉત્પાદન છતાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં જગતનો તાત ચિંતીત વાવેતર સમયે થયેલ ખર્ચ પણ કાઢવું મુશ્કેલ બન્યું છે જો યોગ્ય ભાવો નહિ મળે તો ખેડૂતની હાલત કફોડી બનશે

ધોરાજી પંથકમાં ડુંગળીના પુષ્કળ વાવેતર બાદ ડુંગળીનું સારુ ઉત્પાદન પણ થયું છે પરંતુ ખેડૂતોનું કહેવું છે કે સરકારની ખેડૂત પ્રત્યેની હું નીતિના કારણે ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા જેથી કરી અને ખેડૂત મૂંઝવણમાં મુકાયા છે ચોમાસુ પાકની અંદર માં કપાસ અને મગફળી પર કમોસમી વરસાદ વરસી જતા ખરીફ પાક પણ નિસ્ફળ ગયો હતો બાદ માં ખેડૂતો એ મંડળીમાથી ધિરાણ લઈ મોંઘા ભાવના બિયારણ લઈ અને ડુંગળીનું વાવેતર કર્યું પરંતુ પાક તૈયાર થઈ ગયો છે.

હવે પૂરતા ભાવ  ન મળતાં ખેડૂતો સરકારની નીતિ સામે રોષે ભરાયા છે અને તૈયાર થઈ ગયેલ પાકમાં ઢોર ચરવા માટે મૂકી દે છે અને ડુંગળીને રસ્તા પર ફેકી પોતાનો રોષ ઠાલવી રહ્યા છે ખેડૂતોનો આક્ષેપ છે કે આયત કરેલ ડુંગળીના ભાવ ઊંચા હોઈ છે ત્યારે સરકાર એ ખેડૂતોને ડુંગળીનું વાવેતર કરવા માટે અપીલ કરી હતી અને હવે સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ મળે એવી કોઈ પ્રકારની યોગ્ય વ્યવસ્થા ખેડૂતો માટે ઊભી નથી કરાઇ.

Leave a Reply

Your email address will not be published.