
આજે ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર શરૂ થયું છે કોંગ્રેસે પોતાની રણનીતિ મુજબ સરકારને ઘેરી રહી છે અને વિધાનસભા માં પ્રશ્નોતરીનો મારો ચલાવ્યો છે આજે કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં પાકવિમાં મુદ્દે સરકારને ઘેરી છે અને ખાનગી કંપનીઓને મોટો ફાયદો કરાવ્યાના આક્ષેપ કર્યા છેખેડૂતોના વાવેતર અંગે સેટેલાઇટ મેપિંગનું કામ ખાનગી કંપની ને સોંપેલ હતું તેવા આક્ષેપ કર્યા છે.
સેટેલાઇટ કંપનીને મેપિંગ માટેના 10 કરોડ કાર્યરત વધુ રકમ ખાનગી કંપનીને ચૂકવી હોવાનું છતાં જણાવી ખેડૂતોને પાક વીમો નથી મળતો અને ખાનગી કંપની ને 10 કરોડની લ્હાણી કરી દીધી છે કોંગ્રેસે વિધાનસભા માં સરકાર સામે બાયો ચડ્ડાવી હતી ને જણાવ્યું હતું કે ખેડૂતો રાતદિવસ પોતાના ખેતર માં મજૂરી કરી પોતાનો પસીનો વહાવે છે તેને પાક વીમો ચૂકવવા નાબદલે સરકાર સેટેલાઇટ દ્રારા ખેડૂતો ના વાવેતર નું મેપિંગ કરાવી ને કરોડો રૃપિયા ની લ્હાણી કરી રહી છે તેની સામે કોંગ્રેસ નો એક સુર રહ્યો હતો.