///

તારીખ પે તારીખ : ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે લાંબી બેઠક ચાલી, હવે 9 ડિસેમ્બરે ફરી બેઠક

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોની આજે પણ સરકાર સાથે લાંબી વાતચીત ચાલી હતી. ત્યારબાદ સરકારની વિનંતીથી આગામી બેઠક 9 ડિસેમ્બરે યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનો આજે 10 મો દિવસ છે. આ વચ્ચે ખેડૂતો અને સરકાર વચ્ચે પાંચમાં તબક્કાની વાતચીતની શરૂઆત દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થઈ ગઈ હતી. જેમાં વિવિધ ખેડૂત સંગઠનોના નેતાએ ભાગ લીધો હતો. વાતચીત સમયે ખેડૂતો ભડકી ગયા હતા અને કહ્યું હતુ કે સરકાર અમારી માગો સ્વીકારે નહી તો અમે બેઠક છોડી જતા રહેશું. આ વાતચીત પહેલા ખેડૂતોએ સિંધુ બોર્ડર પર બેઠક કરી કૃષિના ત્રણેય કાયદાને રદ્દ કરવાની માગ કરી હતી.

ખેડૂતના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી આજની બેઠકમાં 40 ખેડૂત નેતાઓ સામેલ હતાં. જ્યારે સરકાર તરફથી ત્રણ કેન્દ્રીય પ્રધાન અને બે મંત્રાલયના અધિકારી સામેલ હતાં. મીટિંગની શરૂઆત પહેલા ખેડૂતોએ એકવાર ફરી સરકારને કહ્યું હતું કે બિલમાં ફેરફાર નહીં ચાલે કાયદાને પરત ખેંચી લો. આ તકે આજે ફરી એકવાર લંચ બ્રેકના સમયે ખેડૂતોએ સરકારના લંચનો ત્યાગ કર્યો હતો અને પોતાનું ભોજન સાથે લઇ આવ્યા હતા તે જ લીધુ હતું.

વિરોધ દરમિયાન આજે ખેડૂતોએ એક્સપ્રેસવે પર બેરિકેટ તોડાવાનો પ્રયાસ કર્યો તો પોલીસે તેઓને કસ્ટડીમાં લીધા હતાં. ખેડૂતોના પ્રદર્શનને ધ્યાનમાં રાખતા પોલીસે દિલ્હીથી નોઇડાને જોડતી બોર્ડરને બંધ કરી દીધી છે. નેશનલ હાઇવે 24ને પણ બંધ કરી દીધો છે. આ વચ્ચે ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે આ કાયદાને લઇને કોઇ નિકાલ નહીં આવે તો ખેડૂતો નેશનલ હાઇવે 8થી થઇને દિલ્હી તરફ જશે.

છેલ્લા 10 દિવસથી સતત પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પોતાના મનોરંજનથી દુર રહ્યાં હતાં આ વચ્ચે ખેડૂતોએ તેનો પણ તોડ કાઢ્યો હતો અને ટ્રેક્ટર પર DJ લગાવીને નાચતા જોવા મળ્યા હતાં. ખેડૂતોનું કહેવુ છે કે મનોરંજનની કોઇ પણ વ્યવસ્થા નહતી જેના પગલે આ સુઝ લગાવી પડી રહી છે.

ખેડૂતોએ આ મીટિંગ પહેલા કહ્યું હતું કે સરકાર તારીખ જ આપ્યા કરે છે. આ વખતે વાતચીતનો આ છેલ્લો દિવસ છે. હવે પછી કોઇ વાતચીત થશે નહીં. સરકાર સાથેની આજની આ બેઠકમાં કાયદાને રદ કરવા અંગેની જ વાતચીત થશે.

કેન્દ્ર સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઇઝ અને APMC પર ખેડૂતોને લેખિતમાં આશ્વાસન આપવા તૈયાર છે. જે કિસાન આંદોલનની શરૂઆતથી આ માગ રહી છે.

કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. આ મુદ્દે આજે સવારે ગૃહપ્રધાન અમિત શાહ વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા હતાં. શનિવારે ખેડૂત સંગઠનો સાથે પાંચમાં રાઉન્ડની વાતચીત પહેલા એક મોટી બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર અને પિયુષ ગોયલ હાજર ઉપસ્થિત હતાં. વડાપ્રધાન મોદીની સાથે ખેડૂત આંદોલનને લઈને યોજાયેલી બેઠક આશરે બે કલાક સુધી ચાલી હતી.

Leave a Reply

Your email address will not be published.