//

ખેડૂતોએ ઢોરને કોથમરી ખવડાવી કર્યો વિરોધ

અમરેલી જિલ્લાના બગસરા ગામે માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતોએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું  શાકભાજીનું વાવેતર કરી યાર્ડમાં વહેંચવા આવતા ખેડૂતોને મહેનતના પ્રમાણમાં કે ઉત્પાદનના પ્રમાણ મુજબ ભાવ નહિ મળતા ખેડૂતોએ ઢોરને કોરથમરી ખવડાવીને વિરોધ કર્યો હતો.બગસરા પંથકના ખેડૂતો પોતાના ખેતરમાં શાકભાજી અને કોથમરીનું વાવેતર કરી તેમાંથી થતી ઉપજમાં પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ ખેડૂત પોતાના ખેતરમાં જેટલી મહેનત કરે છે તેના પ્રમાણમાં પૂરતા ભાવ યાર્ડમાં નહિ મળતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો ,યાર્ડની બહાર રખડતા ઢોરને કોથમરી ખવડાવીને સરકારની ટિક્કા કરી હતી.

ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતોને પોતાની મજૂરીનું પૂરું વળતર નથી મળતું તેથી ખેડૂતો હવે નોખ અનોખા વિરોધ પ્રદર્શન કરીને સરકાર સામે લડત લડી રહ્યં છે ખેડૂતોના મતે કોથમરી 50 પૈસામાં પણ કોઈ વ્યાપરી લેવા તૈયાર નથી ખેડૂતોને જે મહેનત પડે છે તેમનું વળતર તો નહીં પણ મજૂરી કે બિયારણના નાણાં પણ નથી મળતા તેથી ખેડૂતો દિવસે દિવસે પોતાના ખેતરના ઉતપદનો રસ્તા પર ફેંકીને વિરોધ નોંધાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.